Mandvi Tourism

Mandvi Tourism Made in Mandvi for those who are MAD about Mandvi! Global content for Local people! It has many different facets which will appeal to every different tourist.

Mandvi - a beautiful port town in the district of Kutch is often referred as "Paris" of Kutch. A sample list goes as under -

Origin of "Dabeli" - Vegetarian preparation of Bun bread filled with hot & spicy mashed potato. A taste which attracts many from all over world. Handmade Shipbuilding industry - Unique home grown industry which manufacturers huge wooden ships

Silver sand & blue water beach

s - 22 kilometers of unspoiled shorelines for all those who love leisurely walks and quiet siestas

Heritage structures - Vijay Vilas Palace - abode of former ruler leads the pack of numerous heritage structures scattered around

Beautiful handicrafts viz. "bandhani (tie & dye)" sarees, "Batik" printing which are exclusive to Kutch district

We at "Mandvi Tourism" provide highly customized services which go beyond mere tour operator services. Do contact us once before planning a trip to Kutch district - We will strive to offer you positive difference which only a local residing for over 60 years can offer

🇮🇳🥁મને આજે એ જાણવાની ઈચ્છા થઈ છે કે તમે આઝાદી અને સ્વતંત્રતાનું આ પર્વ શેના માટે ઉજવો છો!? એવું કયું કારણ તમને સૌથી વધુ ...
15/08/2026

🇮🇳🥁મને આજે એ જાણવાની ઈચ્છા થઈ છે કે તમે આઝાદી અને સ્વતંત્રતાનું આ પર્વ શેના માટે ઉજવો છો!? એવું કયું કારણ તમને સૌથી વધુ ગમે છે કે જેના માટે તમે 15મી ઓગસ્ટની આતુરતાથી રાહ જુઓ છે? તમારા જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો મને વાંચવા ગમશે. અને હા કમેન્ટમાં આ ગાંઠીયા પ્લેટર વિશે નહીં પૂછતાં કેમકે આજે બજારના છાપામાં વિટાયેલા ગાંઠીયા ખાવામાંથી આઝાદી જોઈતી હતી એટલે એવા ગાંઠીયા લીધા કે જે પસ્તીમાં પેક થયેલા ન હોય અને પપૈયાનું અથાણું તો આત્મનિર્ભરતાની નિશાની છે! જાત મહેનત ઝિંદાબાદ!
એટલે જે પૂછ્યું એના વિશે કમેન્ટ કરજો એટલે ખૂબ મજા આવશે.

અને હા આઝાદીના આ મહામુલા પર્વની આપણે સૌને ખૂબ શુભેચ્છાઓ. એનું જતન કરીએ અને દેશને આગળ લઈ જઈએ!

🌧☂️ આ તો તમે વરસાદ વગર ભૂલી ન જાઓ ને ચોમાસુ ચાલુ છે એટલે બાકી તો.....
14/08/2026

🌧☂️ આ તો તમે વરસાદ વગર ભૂલી ન જાઓ ને ચોમાસુ ચાલુ છે એટલે બાકી તો.....

👹☠️કુંભકર્ણ 6 મહિના સૂતા અને 6 મહિના જાગતા એવું કહેવાતું! હાલમાં એવું જ કંઈક સફાળા ઊંઘમાંથી જાગેલા આપણા ખોરાક નિયમન તંત્...
09/08/2026

👹☠️કુંભકર્ણ 6 મહિના સૂતા અને 6 મહિના જાગતા એવું કહેવાતું! હાલમાં એવું જ કંઈક સફાળા ઊંઘમાંથી જાગેલા આપણા ખોરાક નિયમન તંત્ર વિશે કહી શકાય! મહારાષ્ટ્રમાં એક ક્રાંતિકારી ખોરાક નિયમન અધિકારીએ જે ધમધમાટી બોલાવી અને 100 વર્ષ જુના આઇકોનીક કહી શકાય એવા રેસ્ટોરન્ટ, આઈસ્ક્રીમ પાર્લરો વગેરે એક જ દિવસમાં અસ્વચ્છતા, કેમિકલ્સ, કૃત્રિમ કલર અને વાસી વસ્તુઓ ઘરાકને પધરાવી દેતા એકમોને રાતોરાત બંધ કરાવી અને દરેકને ચેતવણી આપી કે જો ખોરાક વેચવામાં જરા પણ લોકોની તબિયત ને નુકસાન થાય એવું કર્યું તો તમારી ખેર નથી! આવા અધિકારીઓ ને મારા અને તમારા ખૂબ ખૂબ અભિનંદન અને સલામ. સરકારી ક્ષેત્રમાં કામ કરતા આવા દરેક અધિકારીઓ પાસે આવી અમર્યાદિત સતાઓ છે કે જૅનો ઉપયોગ લોકકલ્યાણ માં કરવામાં આવે તો આપણો દેશ એક જ દિવસમાં સ્વર્ગ બની જાય! પણ કમનસીબે અધિકારીઓ અને નેતાઓ પોતાના કલયણમાંથી નવરા નથી થતા એટલે લોકોને દરરોજ ભોગવવુ પડે છે. આશા રાખીએ કે નેતાઓ અને અધિકારીઓ પોતાની જવાબદારી સમજે અને તેમને મળતો પગાર એ લોકસેવા માટે જ છે એ ભૂલે નહીં!

🍜હવે ખોરાક અને હેલ્થની વાત ચાલુ છે તો બહારે મળતાં પનીરને કેમ ભૂલી શકાય! ખાવામાં પનીર વર્ષોથી એક રોયલ ટ્રીટમેન્ટ ભોગવે છે, કેમકે લોકોના મનમાં એવું ઘર કરી ગયું છે કે પનીર ની ઉપર દુનિયામાં કઈ નથી! અમે જ્યારે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો પંજાબી ખાવાનું હોય ત્યારે નક્કી જ હોય કે એક પનીર નું શાક અને બીજું મિક્સ વેજીટેબલ જેવું કાંઈક ઓર્ડર કરવું કેમકે ઘરે પનીર ઓછું ખાવામાં આવે એટલે બહાર તો પનીર જ ખવાય, એવું મોટેભાગે લોકો અને હું વિચારતા હોઈએ છીએ! હવે ઊંઘમાંથી ઉઠેલા તંત્ર એ પનીર પર પંજા કસ્યા છે! એનાલોગ પનીર એટલે કે દૂધ સિવાયની વસ્તુઓ જેવી કે પામોલિન તેલ, સ્ટાર્ચ અને બીજા કેમિકલ માંથી બનતું પનીર સામાન્ય પનીર કરતા ઘણું સસ્તું હોવાથી વ્યાપારિક ધોરણે એનો વપરાશ ખૂબ જ ફુલ્યો ફાલ્યો છે!હવે પનીરના સ્થાને બટેટાના શાકનો અને કાજુના શાકનો ઓર્ડર વધશે તો નવાઈ નહીં થાય!

પંજાબી ગ્રેવિઓ નો લાલ ચટક અને લીલો કલર એમાં નાખવામાં આવતા સિન્થેટિક કલર ને આભારી છે. લીલી ચટણી અને પાણીપુરી ના કલરને જાળવી રાખવા માટે તેમાં સોડિયમ બેંઝોએટ વપરાય છે એ તો જગ જાહેર છે. આ ઉપરાંત ખૂબ મોટા નફાના માર્જિન સાથે વપરાતી વસ્તુઓ જેમકે રોટી, ગાંઠીય, કચોરી , સમોસા વગેરેને છાપામાં પેક કરીને વેચવામાં આવે છે જે બિલકુલ પ્રતિબંધિત છે, તે છતાં પણ ખાણીપીણી ના વ્યવસાય વાળા હજુ પણ છાપા નો વપરાશ બંધ નથી કરી રહયા અને ખાવા વાળા પેટ ભરીને ખાઈ રહ્યા છે એ આપણા અને આપણી માનસિકતા વિશે ઘણું કહી જાય છે!
ખોરાક અને ખાણીપીણી ના વ્યવસાય સાથે જોડાયેલ લોકો નીચે મુજબનું ધ્યાન રાખી પોતાના ઘરાકને એક સારો અનુભવ આપી શકે છે અને મોટા દંડમાંથી બચી શકે છે!
1. ખોરાક ને છાપામાં પેક કરવાનું સદંતર ટાળવું જોઈએ.
2. ખોરાકની બનાવટમાં વપરાતા કૃત્રિમ કલર અને કેમિકલનો સંપૂર્ણ ત્યાગ.જેથી ઘણા રેસ્ટોરન્ટ માં હોવી તમને નેચરલ કલરની ગ્રેવી જોવા મળશે જે લાલચટક નહીં હોય!
3. પંજાબી શાકમાં પનીર દૂધમાંથી બનેલું તેમજ ગ્રેવી કલર વિનાની હોવી જોઈએ.
4. બટેટાની ક્વોલિટી ઘણા ખૂબ જ નિમ્ન એને ફેંકી દેવા જેવી વાપરે છે એના પર સદંતર રોક.
5. ઘણા લોકો પેકીંગ કરેલું ફરસાણ, બેકરીની આઈટમ વગેરે પેકીંગ વાળી વેચે છે, પણ તેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ, એક્સપાયરી ડેટ, તેમાં વપરાયેલ વસ્તુઓ અને તેલ વગેરેનો ઉલ્લેખ નથી હોતો જે કાયદાકીય અપરાધ છે.
6. ફ્રેન્ચાઇઝી બિઝનેઝ વાળા રેસ્ટોરન્ટ જે ફ્રીઝ કરેલા અને કંપ્નીમાંથી આવેલા ખૂબ જ જુના અને એક્સપાયર થઈ ગયેલા ખાદ્યપદાર્થો વાપરે છે તે બંધ કરવું જોઈએ.
7. ઘણા મસાલા બનાવતી કંપનીઓ એમાં ઉમેરેલા હાનિકારક જંતુનાશક દવાઓના લીધે એમના એક્સપોર્ટ ઓર્ડર પાછા આવ્યા છે જે હવેથી પેસ્ટીસાઇડ્સ વગર બનશે એટલે એમની શૅલ્ફ લાઈફ આપમેળે ઓછી થશે.
8. મીઠાઈઓ પણ એમાં વપરાતા હાનિકારક કલર અને વધુ પડતી મીઠાશ માટે ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ વાપરે છે તે પણ અટકાવવું પડશે.
9. કેમિકલ, કૃત્રિમ રંગો અને રસાયણોથી ભરેલા ચાઈનીઝ ફૂડ આઇટમ ને કેમ ભૂલી શકાય. એમણે પણ ઘણી તકેદારી રાખવી પડશે.
10. રેસ્ટોરન્ટ અને ફૂડ પ્રોડક્ટ્સ બનવતા રસોડામાં ચોખ્ખાઇ વધારવી પડશે.

ટૂંકમાં ખાણીપીણી વ્યવસાય ના લોકોએ સમજવું પડશે કે તેમના દ્વારા થતી અઢળક કમાણી એ લોકોના સ્વાસ્થય અને હેલ્થ ના ભોગે નથી કરવાની પણ લોકોની હેલ્થની કાળજી રાખીને કરવાની છે. બસ જે વેપારી આ સમજી જશે તેનો રસ્તો આસાન થશે અને બાકીના ફક્ત કોઈ પણ ભોગે નફો કરવામાં માનતા વેપારીઓ નો ખરાબ સમય આજે નહીં તો કાલે ચાલુ થઈ જશે..

તમારું આ અંગે શું માનવું છે? શું છાપામાં પેક કરવામાં આવતા પદાર્થો તમે ટેસથી આરોગો છે કે નહીં એ કમેન્ટમાં જણાવજો!
તમારા મતે બીજી કઈ કાળજી રાખીને લોકોના સ્વાસ્થ્ય સ્ટેહે થતા ચેડાં અટકાવી શકાય એ પણ કમેન્ટ કરજો.
જો આ પોસ્ટ ગમી હોય તો લાઈક અને શેર કરજો!

🥣🍔Come on Mandvi people who agrees with this??
08/08/2026

🥣🍔Come on Mandvi people who agrees with this??

🌽🌽ચોમાસાનું સૌથી બેસ્ટ કોમ્બિનેશન એટલે -ઝરમર ઝરમર વરસાદમાંગરમા ગરમ શેકેલી મકાઈ,અને એમાં પણ જો એ સગડી પર શેકેલીહોય તો વાત...
01/08/2026

🌽🌽ચોમાસાનું સૌથી બેસ્ટ કોમ્બિનેશન એટલે -

ઝરમર ઝરમર વરસાદમાં
ગરમા ગરમ શેકેલી મકાઈ,
અને એમાં પણ જો એ સગડી પર શેકેલી
હોય તો વાત જ અલગ છે!✅️

તમને વરસતા વરસાદમાં શું ખાવું ગમે એ કમેન્ટમાં જણાવજો અને હા પોસ્ટને શેર કરવાનું ભૂલતા નહીં!

માંડવીમાં સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ કદાચ આ શનિ-રવિવારે આવે એવી શક્યતા જોવા મળી રહી છે. આગામી 1-2 ઓગષ્ટ, શન...
30/07/2026

માંડવીમાં સૌ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ કદાચ આ શનિ-રવિવારે આવે એવી શક્યતા જોવા મળી રહી છે. આગામી 1-2 ઓગષ્ટ, શનિ-રવિવારે કુલ મળીને લગભગ 46mm વરસાદ પડે એવી આગાહી windy પ્લેટફોર્મ પર કરવામાં આવી છે. ચાલો જોઈએ કેવો રંગ રાખે છે વરસાદ! તમને શું લાગે છે ક્યારે આવશે વરસાદ અને કેટલો આવશે વરસાદ એ કમેન્ટમાં લખો! અને હા આ પોસ્ટને એ દરેક સાથે શેર કરો જેમણે શનિ-રવિવારે વરસાદ ન પડે એવો પ્લાન બનાવ્યો છે!
(Disclaimer - આ વરસાદની આગાહીના આંકડા વિન્ડી પ્લેટફોર્મ પરથી લેવામ આવ્યા છે. આગાહી કયારેય 100% પરફેક્ટલી મેચ ન થાય એટલે વરસાદમાં રહેલી વિસંગતતા સાથે અમારે કોઈ લેવાદેવા નથી. વરસાદના આંકડા અને સમયમાં થતા ફેરફાર સાથે આ પેજ અને પોસ્ટ જવાબદાર રહેશે નહીં)

🏅 કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ! 🇮🇳કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દે...
28/07/2026

🏅 કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ! 🇮🇳

કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર એક જ દિવસે ભારતે કુલ 6 નવા મેડલ જીત્યા અને કુલ મેડલ સંખ્યા 10 પર પહોંચી છે.

🥇 ગોલ્ડ (2)
• શર્મિલા ધનકર – મહિલા શોટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)

🥈 સિલ્વર (5)
• સરવેશ અનિલ કુશારે – પુરુષ હાઇ જમ્પ
• વી. અજયા બાબુ – પુરુષ 79 કિગ્રા વેઇટલિફ્ટિંગ
• જ્ઞાનેશ્વરી યાદવ – મહિલા 53 કિગ્રા વેઇટલિફ્ટિંગ

🥉 બ્રોન્ઝ (3)
• શિલ્પા કે. શૈલા – મહિલા શોટ પુટ F57 (પેરા એથ્લેટિક્સ)
• બિંદ્યારાણી દેવી – મહિલા 58 કિગ્રા વેઇટલિફ્ટિંગ

📊 ભારતના કુલ મેડલ અત્યાર સુધી:
🥇 2 | 🥈 5 | 🥉 3

ભારતના તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન!
દેશને તમારા પર ગર્વ છે. 🇮🇳💙

આશા રાખીએ હજુ ખૂબ વધારે મેડલ્સ આપણે મેળવીએ!

#ભારત #કોમનવેલ્થગેમ્સ #ટીમઇન્ડિયા #જયહિંદ

🇮🇳કોમનવેલ્થ 2026 માં વેઇટ લિફટિંગ માં ગોલ્ડ મેડલ મેળવવા બદલ મીરાંબાઈ ચાનુ ને ખૂબ ખૂબ અભિનંદન.આ ગોલ્ડ મેડલ મેળવવા સાથે એક...
26/07/2026

🇮🇳કોમનવેલ્થ 2026 માં વેઇટ લિફટિંગ માં ગોલ્ડ મેડલ મેળવવા બદલ મીરાંબાઈ ચાનુ ને ખૂબ ખૂબ અભિનંદન.

આ ગોલ્ડ મેડલ મેળવવા સાથે એક વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. 2018, 2022 અને હવે 2026માં તેમણે સતત 3 વખત ભારત માટે ગોલ્ડ મેડલ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે!🇮🇳

Address

Cutch-Mandvi

Opening Hours

Monday 11am - 8pm
Tuesday 11am - 8pm
Wednesday 11am - 8pm
Thursday 11am - 8pm
Friday 11am - 8pm
Saturday 11am - 8pm
Sunday 11am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Mandvi Tourism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mandvi Tourism:

Shortcuts

Share